A GUJARATI STORY – VITARANG – DINESH VORA

http://www.getnidokidos.com/
A GUJARATI STORY – VITARANG
DINESH VORA
http://www.getnidokidos.com/
વિતરંગ
દિનેશ વોરા


સુદિન મહાપ્રભુ
, આકર્ષિત, અત્યંત ગૌરવર્ણ, ગોળ ચહેરો નાનપણમાં શુભ નસીબ લઈને એક બહોરા કુટુમ્બમાં જન્મેલ બાળક હતો. સુદિનના જન્મ સાથે જ તેના સામાન્ય વેપારી પિતાની આર્થિક સ્થિતિ એ ઉન્નતિની ફાળો ભરવાની શરુ કરી દીધી ને તેની ક્રેડિટ શુભ કર્મો લઈને આવેલ સુદિનને મળી. પિતાનો ધમધોકાર વેપાર, દેશના સૌથી મોટા શહેરમાં એક ઊંચા આલીશાન મકાનની માલિકી અને ઉપરના ચાર વિસ્તૃત માળો ઉપર રહેવાનું, જ્યાંથી વિશાળ શહેરનો દેખાવ અત્યંત આનંદ આપતો હતો.ઘેરે ગાડીઓ, ભાઈબહેનો, અને નાની ઉમેરે ટોક્યો, લંડન વગેરે દુનિયાભરની સહેલગાહનો કરવાની તકો નો શુભ સમય સુદિનને બહુ જ આસાનીથી સાંપડેલ.

ઘેરે સ્કૂલના માસ્ટર અને કૉલેજના પ્રોફેસરના ટ્યૂશનો હોવાથી બી.કોમ.ની ડિગ્રી સુદિને આસાનીથી મેળવી લીધેલ હતી. સફળ ધન્ધાદારીના પુત્રને વધુ ભણવામાં વખત બગાડવાની કોઈ જ જરૂર નથી કારણ કે, ‘બહુ ભણીને આખરે બાપના ધીકતા ધંધામાં જ બેસવાનું છે ને!એમ વડીલ સગાઓની સલાહો હતી. જેથી સુદિને આગળ ભણવાનું માંડી વાળ્યું. એક સંસ્કારી સારા ઘરની સુંદર સ્ત્રી સાથે લગ્ન પણ સમય અનુસાર થયા પણ બાળકો નહીં કરી શકવાની એક શારીરિક ઊણપ પતિપત્નીના સંબંધમાં નીકળી.

ત્યાં તો અચાનક આંધી ચડી આવી. પિતાના વેપારમાં ધંધાદારી હરીફીનો વધારો અને મંદીની લાંબી ફાળોએ સુદિનના કુટુંબ ઉપર સખત આર્થિક માર પાડ્યો. ભાઈબહેનો સુદિન ઉપર નિષ્ફળતાનો આરોપ મૂકી પિતાની બચેલી મિલકતનો કબજો જમાવી છુટા પડી ગયા. સુદિનની આવકમાં સખત ઓટ આવતા ભાડૂતી બસની ટીકીટ લઈને બઝારમાં કમાવા આવવાની પણ નાણાકીય શક્તિ નહોતી રહી. મધ્યાવસ્થા હતી. અને સારા વખતમાં અનેક નાચગાન સ્વાદિષ્ટ ભોજન અને નશીલાં પીણાઓની મહેફિલ કરેલ તેથી મિત્ર વર્ગ અત્યન્ત બહોળો હતો, પણ અત્યારના સંજોગોમાં કોઈ પાસે ફરકતું નહોતું.

એજ આરસામાં દુખના સમાચાર આવ્યા કે સુદિનનો ખાસ જીગરી મિત્ર મિનેષ મુખવાસી હૃદય ઉપર હાઈ બ્લડપ્રેસરનો હુમલો આવતા કાયમ માટે ઈશ્વરધામી થયો છે. મિનેષને તાજેતરમાં જન્મેલ એક નાનો પુત્ર હતો ને સરિતા નામની સુંદર પત્ની હતી. તેમને નશીલો મુખવાસ બનાવાનું એક સુંદર મોટું બધું કારખાનું હતું. જેમાં અઢળક પૈસા બનતા હતા કારણકે તેમના વિશાળ ગ્રાહકવર્ગને રોજેરોજની જવાબદારી ને ચિંતામાંથી ધ્યાન ચલિત કરાવામાં અને માનસિક આનંદમાં ગરકાવવામાં આ રહસ્યમય રાસાયણિક મુખવાસની અસર બહુ શક્તિશાળી હતી. સરિતા અને સુદિન તેમની આધુનિક મહેફિલોમાં એકબીજા સાથે તેમના ખાનગી શારીરિક ભાગોના ભારપૂર્વકના સ્પર્શો કરાવતા બોલીવુડના સંગીત ઉપર અતિ નિકટના આધુનિક નૃત્યો કરેલ. આમ બન્નેએ આકર્ષણ અને આત્મીય લાગણીઓ કેળવેલ.સરિતાએ સામેથી આવી સુદિનને વિનંતિ કરી કે તેમનો નશીલો મુખવાસ બનાવાનો વેપાર સુદિન સંભાળે તો સારું કારણ કે સરિતાને સુદિન સિવાય કોઈ બીજા પરિવાર, સગાસંબંધી કે મિત્ર ઉપર જરાય વિશ્વાસ નહોતો તેમજ બાળકને ઉછેરવાની જવાબદારી સુદિન જ નભાવી શકશે તેની સરિતાને પૂર્ણ ખાતરી હતી.

સુદિનના નસીબ ચમક્યા. ભૂખમાંથી ભવ્યતા સાંપડી. ઉમદા પગાર, વાર્ષિક ઉદાર બોનસ, દર વર્ષે વેપારમાં વધતી જતી પોતાની ભાગીદારી, શેઠાણીનો પ્રેમ અને ઊંડો વિશ્વાસ, ચાલુ સ્થાપિત પોતાની મેળે જ ધપતો અગ્રગણ્ય ધંધો,જેમાં સુદિનની રોજરોજની હાજરી સિવાય પ્રગતિ માટે બીજી ધારણાઓ ઓછી હતી.

સુદિન થોડાક વર્ષોમાં શહેરના અતિ ધનવંતોમાંનો એક થઈ ગયો. સરિતા સાથે આત્મીયતા અને શારીરિક નિકટતા વધી જતા તેની સાથે બીજી પત્નીનો સંબંધ જાહેર કર્યો. હવે પોતાની પાછલી અવસ્થાની આબાદી, શાંતિ, સુખ અને સલામતીની વ્યવસ્થા કરવાની હતી. સુદિને ઝબકતી શેરબઝારમાં પોતાનું ધ્યાન દોર્યું અને મિત્રોમાં વાત વહેતી મૂકી કે તેને પોતાની નવી સાંપડેલ સંપત્તિની વૃદ્ધિ માટે ફાયદાજનક રોકાણોની સારી સલાહની બહુ જ જરૂર છે.

તરત જ સુદિન ઉપર અમેરિકન જેવા મૌખિક અવાજના ઉચ્ચારથી એક ભાઈનો ફોન આવ્યો ને સુદિનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. સુદિનની મંજૂરીથી તાત્કાલિક મળવા પણ આવ્યા. ભાઈએ જણાવ્યું કે પોતે અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનેક ડિગ્રીઓના ગ્રેજ્યુંએટ છે. શેરબઝારનીઆંટીઘૂટીઓના ગણતરીબાજ, અનુભવી અને મહાન ખેલાડી છે. હવે દેશની સેવામાં પાછાં ફરેલ છે. બહુ જ નાનપણમાં સુદિનના મકાનમાં તેઓ ભાડૂત હતા. જેનું સ્મરણ સુદિન જેવા સર્વત્ર લોકપ્રિય બાળકને વખતે નહીં હોય. સુદિન અને તે સાથે રમતા પરંતુ પછી અમેરિકા તેમના પિતાજીનું જવાનું થતા કુટુંબ સાથે તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા. તેનું નામ કુમાર ચંદ્ર હતું.

સુદિન તો નાનપણનો મિત્ર આમ મોટો થઈ અમેરિકાથી સામે ચાલીને આવતા ખુશખુશ થઈ ગયો. કુમારે તેને સમજાવ્યું કે દરેક શેરો લેવેચ કરવા માટેની કંપનીઓના ઇતિહાસ, બાહેન્ધરોના શેરરીપોર્ટસ, પૈસાના આંકડાઓ, દરેક પ્રકારની બાતમીઓ, કંપનીના ચલાવનારા મુખ્ય માણસોની રેઝ્યુંમીઓ અને તેમના ચરિત્રો, ભૂતકાળની સફળતા, નિષ્ફળતા, સુધારાઓ અને વધારાઓ, કમ્પનીના ભવિષ્યમાં કઈ તરફ જવાના વલણો છે તે સર્વે બાતમીઓ કમ્પ્યુટરોમાં મૂકી દેવાની. કમ્પ્યુટરો તે બાતમીઓ જાણીને કુમારે કરેલા પ્રોગ્રામ પ્રમાણે નક્કી કરશે કે કંપની ખોટ કે લાભ કરશે. આબાદ બનશે કે નાશ પામશે. આ પ્રોગ્રામ પ્રમાણે કમ્પ્યુટરોની આગાહીને અનુસરીને શેરબઝારની રમતોમાં જમ્પલાવાનું.

કુમારની ચેતવણી પ્રમાણે સુદિને આ શેરની રમતો દુનિયાથી બહુ જ છુપાવીને ખાનગીમાં રાખવાની રહેશે. સુદિનને આ વાત તરત જ ગળે ઊતરી જતા એક બહુ જ મોટો કમ્પ્યુટરોનો વિભાગ તેની મોટી ઑફિસમાં ખોલી આપ્યો. સુદિને શક્તિશાળી કમ્પ્યુટરો તેની ઑફિસમાં વસાવ્યા ને કૉલેજ ભણેલા ગણેલા અનુભવીઓને વફાદારી અનેખાનગીપણાના શપથ લેવડાવી કુમારના હાથ નીચે કામ કરવા માટે રાખી દીધા.

કુમારે કમ્પ્યુટરો ચલાવી બધી જ ગણતરીઓ કરીને સુદિનને કઈ કંપનીના શેરો લેવા તેની સૂચનાઓ આપી. સુદિને તો તેમાં તરત જ પૈસા રોક્યા. થોડા સમયમાં કુમારની આગાહી પ્રમાણે પૈસા બેગણા થઈ ગયા. કુમારની સલાહ પ્રમાણે હવે તેમને શેરો વેચીને ફાયદો કરીને પૈસા રોકડા કરી નાખ્યા કારણકે આગળ ઉપર ભાવ ઓછા થવાની કમ્પ્યુટરની વકી હતી. આ વખતે કુમારે બીજી કંપનીઓના શેરો લેવાની સલાહો આપી. થોડાક વખત માર્કેટમાં ઊથલપાથલ ચાલી ને વળી સારો સમય દેખાતાં કુમારે સલાહ આપી કે કમ્પ્યુટરોની આગાહી પ્રમાણે અત્યારે શેરો વેચી પૈસા રોકડા કરી લેવા. સુદિને બધા જ શેરો વેચી અત્યંત ફાયદો કરી ને બેસી ગયો. થોડા સમયમાં શેરબઝાર સરકી પડી ને શેરબઝારના બાઝિંદા ખેલાડીઓ ખોટની રડત કરતા હતા ત્યારે સુદિન પોતાની સફળતા ઉપર હસતો હતો.

સમય પસાર થતો ગયો. કુમારની અદ્દભુત કમ્પ્યુટર સલાહોથી સુદિન તો રાત દિવસ પૈસાના વરસાદમાં નહાતો થઈ ગયો. દેશના છાપાઓમાં સુદિનનું નામ ઝબકવાનું શરુ થયું. છાપાના ખબરપત્રીઓ તેની આસપાસ ઘેરો ઘાલવા ને સુદિનના ફોટાઓ લેવા લાગ્યા. સુદિનને રોજે ટીવીઓ ને છાપાઓમાં વાર્તાલાપ આપવાનું શરુ થયું. દેશ અચંબામાં પડી ગયો. સુદિને તેમનું રહસ્ય ખુબજ સાવધાની પૂર્વક જાળવી રાખ્યું હતું ને કોઈના જાણવામાં આવતું નહોતું.

હવે સુદિનને ટાટા, બિરલા, મિતલ, અંબાણી વગેરેની સરખામણીમાં આવવાની ધગશ જાગી. દેશની બધી જ બેન્કોમાં વેપાર માટે પૈસા ઉધાર લેવાની રચનાઓ કરી. એક નહીં અનેક શેરબઝારોમાં પૈસાનું રોકાણ સરું કર્યું. લેવા ને વહેંચવાના ધંધામાં ઊતરી પડ્યો. સુદિન કમ્પ્યુટર અને કુમારની સેવામાં રાત દિવસ પોતાનો સમય ગાળવા લાગ્યો. પૈસા વધતા ને વધતા જ ચાલ્યા. શેરબઝાર ઉપરને ઉપર જતી હતી. ક્યાં જઈ અટકશે તેની કોઈ જ આગાહી મળતી નહોતી.

શેરબઝારમાં અંબાણી જેટલા પૈસાપાત્ર ઝડપથી થવું હોય તો એક જ ઉપાય હતો. બેંકો પાસેથી ઉધાર લ્યો, ગામ પાસેથી ઉધાર લ્યો, કારખાનાઓ ગીરવે મૂકો, ઘરો અને ગાડીઓ ગીરવે મૂકો, ઘરેણાઓ ગીરવે મૂકો, કરોડો ને અબજો રૂપિયા રોકાણ માટે ભેગાં કરો અને શેરબઝારમાં રોકો. સુદિને અઢળક પૈસા લાવીને કુમાર અને કમ્પ્યુટરની સલાહ પ્રમાણે રોકવાનું શરુ કર્યું.

કુમારે કમ્પ્યુટરમાં ખુબજ મહેનત ને ઊંડી ગણતરી કરીને મોટા રોકાણનું લિસ્ટ તૈયાર કર્યું. એકેય કંપની બાકાત નો રાખી કે જે પૈસા બનાવી શકતી હોય. સુદિને બીજે દિવસે પોતાના શેરબઝારના દલાલોને બોલાવી સભા કરી. તમામ પૈસા રોકવાની યોજનાઓ, ખરીદવા ને વેચવાના ઓર્ડરો, અને સમયો આપી દીધા. અબજો રૂપિયાનું રોકાણ હતું ને ચાર અઠવાડિયામાં વેચીને પૈસા બનાવી બધાની ઉધારી ચૂકવી આપી પ્રોફિટ રાખતા અંબાણી જેટલા પૈસા બનવાની વકી હતી. તમામ દલાલો કામે લાગી ગયા. રોકાણ થઈ ગયું. શેરબઝાર તો ઉપર ને ઉપર જતી હતી.

સુદિનના અભિપ્રાય પ્રમાણે જે મૂરખ હોય તે જ કંપનીના શેરોમાં પૈસા નહીં રોકતા તિજોરી, ગાદલા કે જમીનમાં છુપાવીને રાખે કે ઓછા વ્યાજે બેંકોમાં સાચવે. બીજું અઠવાડિયું ગયું અને રોકાણ બે ગણું થઈ ગયું. ત્રીજું અઠવાડિયું થયું ને પૈસા બે ગણાના પણ બે ગણા થઈ ગયા. બસ હવે આવતા અઠવાડિયે બધા જ પૈસા રોકડા કરીને અંબાણીને પાછો પાડી દઈશ ને દેશનો આગેવાન ધનવાન માણસ હું હઈશના વિચારોથી સુદિન તો પોતાની ખુશી ને હાસ્ય છુપાવી નહોતો શકતો.

ચોથું અઠવાડિયું બેઠું અને સુદિને કુમારની સલાહ પ્રમાણે ગુરુવારે સવારના બધા જ શેરો વેચવાનો ઑર્ડર આપી દીધો. મંગળવાર ગયો ને બુધવારે સવારના અચાનક શેર બઝારે ભયંકર ગોથું ખાધું. અણધારી કટોકટી ત્રાટકી ને શેરબઝારમાં અડધાથી નીચે ભાવો ગગડી ગયા. સુદિન તો બાઘાંની જેમ સ્તબ્ધ થઈ કમ્પ્યુટર સામે તાકીને જોતો રહ્યો. આમ કેમ થયું તે સમઝમાં નહોતું આવતું. ભયંકર ખોટના આંકડા ચારે તરફ નાચાનાચ કરતા હોય તેવું લાગતું હતું. બેંકો ને લેણદારોની ભયંકર બુમોના ભણકારા વાગવા લાગ્યા. તેઓ ઘરો, ગાડીઓ, પૈસા, કારખાનાઓ, ધંધો બધું પડાવી લેશે. પહેલી પત્ની છૂટાછેડા માંગશે ને તેનો વકીલ ગેરવફાદારીની નુંક્શાનીઓ માંગશે. સુનીતિ દગાબાજી ને છેતરપીંડીના કાયદેસર આરોપો મૂકશે. કશું જ નહીં રહે ની ચિંતાથી ગાંડાની જેમ સુદિને કુમારને ગોતવા દોડાદોડી શરુ કરી મેલી.

કુમાર ક્યાંય જોવા કે ફોન ઉપર નહોતો મળતો. નોકરો કુમારને ગોતી ગોતીને થાકી ગયા. કમ્પ્યુટરો સુદિનની તિરસ્કારથી મઝાક ઉડાવતા હોય તેવું લાગતું હતું. માર્કેટ બગડતી ચાલી ને સુદિનની ભવાઈ થઈ ગઈ.

ઓફીસમાં બેઠા બેઠા સુદિન કુમારના દગા વિષે અને અદ્રશ્ય થઈ જવાનું કારણ ચિંતાથી વિચારતો હતો કે અચાનક ત્યાં જ કુમારને તેણે ઓફીસના સોફા ઉપર બેઠેલ જોયો. સુદિન બુમ પાડી ઊઠ્યો, ‘અરે તું ક્યારે અહીં આવ્યો ને મને જણાવ્યું પણ નહીં?તે મને કેમ ફસાવી દીધો?મેં તારું શું બગાડ્યું હતું કે તે મને ખોટી સલાહ આપી. હવે મારું શું થશે તેનો તો વિચાર કર. તું કોણ છો?મારી સર્વે મિલકતનો તે નાશ કરી દીધો.

કુમાર કહે, ‘ભાઈ સુદિન શાંતિથી મારી વાત સાંભળ. આ કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ મેં અમેરિકામાં ઘણી મહેનત કરી અત્યંત બુદ્ધિ વાપરી શોધી કાઢેલ. આ મારો અજોડ આઇડિયા હતો. અમેરિકામાં દુનિયાની પ્રખ્યાત વોલસ્ટ્રીટની શેરબઝાર ખુબ જ આગળ ધપતી હતી. મેં ત્યાં એક બહુ જ મોટી શેરોના રોકાણની કંપની ખોલીને પૈસાવાળા રોકાણકારોને સમજાવ્યું કે જો કોઈ પણ કંપનીના બધાં જ આંકડા ભેગાં કરો ને કમ્પ્યુટરના મારા પ્રોગ્રામમાં મુકો તો કમ્પ્યુટર તે કંપનીનું ગમે ત્યારનું ભવિષ્ય સાંચુ ભાખી શકે છે.


કુમારે આગળ ચલાવ્યું, ‘લોકોએ મારી કંપનીમાં શેરોના ફંડ્સમાં પૈસા રોક્યા. ધીમે ધીમે મેં મારા માટે તેમજ મારા ગ્રાહકો માટે ઘણાં જ પૈસા બનાવ્યા. મારું નામ બહુ જ પ્રખ્યાત થઈ ગયું. ઓછામાં ઓછા એક લાખ ડોલર વગર તો હું ગ્રાહકોના ખાતા ખોલવાની ના પાડી દેતો હતો.કઈ નહોતું તેમાંથી નવસો મીલ્લીયન ડોલરના લોકોના પૈસાના રોકાણની કંપની થઈ ગઈ.નેવું બીલ્લીયન ડોલરનું શેરોમાં ઉછીના લઈને કરેલ રોકાણ હતું. અમે ખોટ કદી ખાઈએ નહીં તેની મને પૂર્ણ ખાતરી હતી.

ત્યા તો અમેરિકામાં પ્રખ્યાત ઑક્ટોબર મહિનામાં વિશ્વવિખ્યાત અણસમજી અણધારી કટોકટી ત્રાટકી ને બધાની સાથે હું પણ ધોવાય ગયો. અમારા નેવું બીલ્લીયન ડોલરના રોકાણની કીમત બઝારમાં ફક્ત નવ બીલ્લીયન ડોલર જ ઉપજાવતી હતી. લોકો પૈસા પાછા માંગવા લાગ્યા જે મારી પાસે નહોતા.

કુમાર બોલતો જતો હતો, ‘મારે દેવાળું જાહેર કરવું પડ્યું. અમેરિકાના ગુંડા માફિયા રોકાણકારોના બોસે મને મળી કિસ ઑફ ડેથએટલે “મૃત્યુ નું ચુંબન” આપ્યું. મારા ખૂન માટે હીટમેનો રોક્યા. મારે છૂટકો નહોતો. હું છુપાતો, નાસતો, ફરતો થઈ ગયો. સ્ટોક માર્કેટ ઉપર કે નીચે જતા પહેલા તેના કારણો કોઈ આજ સુધી સત્યતા પૂર્વક અગાઉથી ભાખી નથી શક્યું. ફક્ત ઉપર નીચે ગયા પછી પાછળ દ્રષ્ટી કરી ગમે તે કારણો બેસાડી દેવાય છે.

સુદિને પૂછ્યું, ‘એટલે તું ભાગીને ઇન્ડિયા પાછો આવ્યો ને તારા નાનપણના દોસ્ત મને દગો દઈનેધોવડાવી નાખ્યો.

કુમાર કહે, ‘સુદિન તું મારો નાનપણનો દોસ્ત કદી હતો નહીં કે હું તને ઓળખતો નહોતો.તારા જેવા શેરબઝારમાં કામ કર્યા કે બુદ્ધિ વાપર્યા વગર અત્યંત પૈસાવાળા થઈ જવાના લાલચુ ધનવાન તરંગીઓની શોધમાં હું હંમેશા રહું છું કે જેથી ક્યારેક મારો પ્રોગ્રામ ગમે તેવા સંજોગોમાં કાયમ માટે સાચો પુરવાર કરી શકું. અત્યારે તારા કમ્પ્યુટરમાંથી મારા બધાજ નિષ્ફળ પ્રોગ્રામો મેં સાફ કરી નાખ્યા છે.

કુમારે આગળ ચલાવ્યું, ‘માફિયાથી ડરીને મેં અમેરિકામાં આપઘાત કર્યો ને હું કુમારનું ભૂત બનીને હવે દુનિયામાં ફરું છું. ચાલ તો બાઈ બાઈ.કુમાર ઓફીસમાંથી ધુમાડાની જેમ ઊડી ને અદ્રશ્ય થઈ ગયો.

સમાપ્તિ


http://www.getnidokidos.com/


PDF COPY OF ABOVE STORY IS ATTACHED

About Dinesh Vora

"Profile Dinesh Vora Greetings I like to present my short background and introduction here. I am Dinesh Vora from USA. I am an engineer worked for NASA and have many active hobbies. I am a Gujarati literature and humorous writer, translator, blogger, photographer, singer, presenter of articles. I am socially and religiously active with associations and clubs. I am astrologer and vegetarian by diet. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India and Gujarti is my mother-tongue and primary culture. I write religious articles, humors, stories and books. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India. Gujarati language is my mother-tongue and primary culture. I write religious articles, books, create post on web blog sites. I write English literary humors, stories and books. Profile Dinesh Vora Greetings I like to present my short background and introduction here. I am Dinesh Vora from USA. I am an engineer worked for NASA and have many active hobbies. I am a Gujarati literature and humorous writer, translator, blogger, photographer, singer, presenter of articles. I am socially and religiously active with associations and clubs. I am astrologer and vegetarian by diet. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India and Gujarti is my mother-tongue and primary culture. I write religious articles, humors, stories and books. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India. Gujarati language is my mother-tongue and primary culture. I write religious articles, books, create post on web blog sites. I write English literary humors, stories and books. "
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s