GUJJURAJ HASYA – DINESH VORA

ગુજ્જુરાજ હાસ્ય

દિનેશ વોરા

[1]
એક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…

છોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.
એટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.

ઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા,
મેં આપી દીધા…’

છોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’
…. એ સાંભળીને છોકરો બોલ્યો : ‘વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ
પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’

[2]
સંતા તેનાં સાસરે ગયો.
સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.
સંતા આખરે કંટાળ્યો.
આઠમા દિવસે સાસુએ પૂછ્યું, ‘જમાઈ, આજે શું ખાશો ?’
સંતા : ‘ખેતર દેખાડી દો, જાતે જઈને ચરી આવું છું.’

[3]
છગનનું ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન
લગાવવા ગયા ત્યારે

એકાએક છગન બોલ્યો : ‘ડોક્ટર સાહેબ, એક મિનિટ જરા ઉભા રહો !’

ડોક્ટર ઊભા રહી ગયા. છગને પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.
આ જોઈને ડોક્ટર સાહેબ બોલ્યા: ‘અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે ?
લઇ લઈશું એ તો….’

છગન : ‘ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબ…હું તો મારા
રૂપિયા ગણી રહ્યો છું….!’

[4]

અમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો
વરસાદ થતો હતો. અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે
આમાં પડે એટલા બધા મારા.

રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.
ભારતીય શાંતિથી બેઠો હતો.

ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું
કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા !’

[5]
છોકરો ઇતિહાસની ચોપડી વાંચી રહ્યો હતો, એટલામાં તે મૂંઝવાયો એટલે
તેનાં પપ્પાને તેણે પૂછ્યું:

‘પપ્પા તમે ક્યારેય ઇજિપ્ત ગયા છો ?’

પપ્પા : ‘ના, કેમ શું થયું ?’

છોકરો : ‘તો પછી તમે આ મમ્મીને ક્યાંથી લાવ્યાં ?’

[6]
છગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે ‘લોલ (lol)’
લખેલું જુએ ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે ?
બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે ‘લોટસ ઓફ લવ’ થતું હશે…

એકવાર એની ગર્લ ફ્રેન્ડને એણે આ રીતે મેસેજ કર્યો :
‘પ્રિયે, મારા જીવનની એક માત્ર છોકરી તું જ છો… LOL’

[7]
મરઘીએ બાજ સાથે લગ્ન કર્યાં

મરઘો ગુસ્સે થઇ બોલ્યો : ‘અમે મરી ગયા’તા ?’

મરઘીએ કહ્યું : ‘હું તો તારી સાથે જ લગ્ન કરવા માગતી હતી,
પણ મારા મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે છોકરો એરફોર્સમાં હોય….’

[8]

માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે,
તું બધાને મારીને પાડી દે.’

થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ
કર્યું નથી ?’

રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે
વિધવા થયા પછી રોઇ રહી છે…..’

[9]
પપ્પા : ‘સંજુ, જરા તારો મોબાઈલ આપ તો…’

સંજુ : ‘એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.’
એમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા,
બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યાં.
આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા અને મેમરી કાર્ડ સુદ્ધાં ફોર્મેટ કરી નાખ્યું….
‘હા પપ્પા હવે લ્યો…’

પપ્પા : ‘થેંક્યુ…. કંઈ નહીં…. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે
એટલે માત્ર ટાઈમ જોવો હતો.’

[10]
એક ભાઈની પત્ની ખોવાઇ ગઈ. અખબારમાં ખોવયાની જાહેરાત વિચિત્ર રીતે
છપાવી.

‘મારી પત્ની પાંચ દિવસથી ગુમ થયેલ છે. જો કોઇ વ્યક્તિ તેની ભાળ
મેળવવાની કોશિશ કરશે કે ભાળ મેળવી આપશે તે પોતાના જાનથી હાથ ધોઈ
બેસસે.’

[11]
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં
અનુવાદ કરાવી રહ્યા હતાં.

શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.

ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’

[12]
ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’

‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.

[13]
સંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે.
પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’

બંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ
પત્ની સંભાળવી બહુ અઘરી છે.’

[14]
રીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે
સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે,
દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ
બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’

રીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’

[15]
સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી.

પ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’

સંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’

[16]
છગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’

દુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી
જ નાહી લો ને !’

[17]
બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.

બંતા : ‘મુછ રાખવી છે ?’

સંતા : ‘હા રાખવી છે.’

બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’

[18]
એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી અને ક્લિનિક ઉઘડવાને વાર હતી.

એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં.
આમ લગભગ પાંચેકવાર બન્યું.

આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘સાલાઓ આજે આખો દિવસ બધા લાઇનમાં
જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’

[19]

એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!

થોડા દિવસ પછી બીજો પણ લીલો…
તેને પણ કાપ્યો..

તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!

થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!

ડોક્ટર કહે : ‘હવે આપણને ખબર પડી…!! તમારી લૂંગીનો રંગ જાય છે..!!’

[20]

સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો. લોકોએ તેને આ પ્રકારની ખરીદી
વિશે પુછ્યું.

સંતા કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો. તેના જવાથી
મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’

[21]

એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો. તેને ભગવાનને
અરજ કરી.

‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’

આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો :
‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’

[22]

સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં
રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.

સંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું
છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’

[23]
માનવી લગ્ન શા માટે કરે છે ?

માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો
અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.

[24]
સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં
તે જોઇ પોલીસે રોક્યા.

તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?

આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.

[25]
છગન : ડૉક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?

ડૉક્ટર : રૂ. બે લાખ થાય.

છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?

છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?

[26]

સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો?

બંતા : મને પત્ર જ નથી મળ્યો.

સંતા :મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ
લગ્નમાં જરૂરથી આવજે.

 
 

About Dinesh Vora

"Profile Dinesh Vora Greetings I like to present my short background and introduction here. I am Dinesh Vora from USA. I am an engineer worked for NASA and have many active hobbies. I am a Gujarati literature and humorous writer, translator, blogger, photographer, singer, presenter of articles. I am socially and religiously active with associations and clubs. I am astrologer and vegetarian by diet. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India and Gujarti is my mother-tongue and primary culture. I write religious articles, humors, stories and books. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India. Gujarati language is my mother-tongue and primary culture. I write religious articles, books, create post on web blog sites. I write English literary humors, stories and books. Profile Dinesh Vora Greetings I like to present my short background and introduction here. I am Dinesh Vora from USA. I am an engineer worked for NASA and have many active hobbies. I am a Gujarati literature and humorous writer, translator, blogger, photographer, singer, presenter of articles. I am socially and religiously active with associations and clubs. I am astrologer and vegetarian by diet. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India and Gujarti is my mother-tongue and primary culture. I write religious articles, humors, stories and books. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India. Gujarati language is my mother-tongue and primary culture. I write religious articles, books, create post on web blog sites. I write English literary humors, stories and books. "
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s