[DTAI] NILE GAGAN KE TALE MADHU RYE, BABA SHYAM BHAJANS – DINESH VORA

 


DESI TIMES AND INFORMATION
[DTAI] DESI  INTERNATIONAL 
EMAIL DIGEST
DINESH VORA


[1]
નીલે ગગન કે તલે 
મધુ રાય
ગુજરાતી ટેરરિસ્ટ ઇન અમેરિકા
(Gujarati Terrorist in America)

આ વાંચનાર દરેક ભાઈબહેનને સૂચન છે કે હાલ ને હાલ તમારા અમેરિકાવાસી સ્નેહી–સંબંધીઓને ફોન ઉપર આ લેખ વાંચી બતાવો. યા ટપાલ, ઇમેઇલ, આંગડિયાથી આનું કટિંગ મોકલી આપો. છેવટ એટલું જરૂર જણાવો કે ૭૧૬–૨૦૧–૪૬૭૫ નંબર ઉપરથી “ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન” ખાતાનો ફોન આવે તો “બોલો હરિઈઈઈ, હરિ બોલ” કહીને મૂકી દેજો.

આ અને આવા બીજા ફરેબી નંબરો ઉપરથી એસએમએસ, કે વોઇસમેઇલથી અથવા ફોનમાં કોઈક ગુજરાતી સ્ત્રી ઢોંગી અમેરિકન ઉચ્ચારોથી તમને જણાવે કે તમે મોટી “લીગલ ટ્રબલ”માં છો, અને તાબડતોબ આટલી રકમના “ફાઇન”નું મનિઓર્ડર અમુક સ્થળે પહોંચાડો નહીંતર પોલીસ કારવાઈ ચાલુ કરવામાં આવશે. તમે તત–પપ કરો તો તેનો અમેરિકન સાગરીત અમેરિકન અવાજે તમને ભડકાવશે. ઇંગ્લિશ સમજતા નથી? તો એમનો ગુજરાતી “દુભાષિયો” તમને ગુજરાતીમાં તતડાવશે કે અંકલ, અબી હાલ ફાઇન ભરી દો નહીંતર જેલમાં જશો. જોબ ઉપરથી નીકળી શકો એમ નથી? તો તમારી વાઇફને તાત્કાલિક ફોન કરો કે ફાઇનનો મનિઓર્ડર મોકલી આપે. તમારી પાસે હાજર પૈસાની વ્યવસ્થા નથી? તો ઉધાર લઈને મોકલી આપો. નહીંતર તમે જેલમાં જશો ને તમારા ફેમિલીને ડિપોર્ટ કરવામાં આવશે.

અમારા બિલ્ડિંગના સિક્યુરિટી ચીફ પોરબંદરના દિલીપભાઈને જોબ ઉપર આવો ફોન આવેલો. એમણે દુભાષિયાને કહ્યું કે ભાઈશાબ, હમણાં ને હમણાં મારા બ્રધરને કહીને મનિઓર્ડરની વ્યવસ્થા કરું છું. ને મોટાભાઈ તમે ક્યાંના? દુભાષિયાએ કહ્યું કે મેહસાણાના. કઈ સ્કૂલમાં ભણેલા? પેલાએ તોછડાઈથી કહ્યું કે મારી સ્કૂલની તમારે શી પંચાત? તો દિલીપભાઈએ જવાબ આપ્યો કે ભાઈ તમે જી ઇસ્કૂલમાં ભઇણા છો ને, ઈ ઇસ્કૂલનો હું હેડમાસ્તર છું. પછી ફોન મૂકીને અમારી પાસે તાળી માગી.

અમેરિકામાં, અને કદાચ દુનિયા આખીમાં, ફોન કે ઇમેઇલથી આવાં અનેક ધતિંગ વર્ષોથી ચાલે છે. તમને લોટરી લાગી છે, તમને વારસો મળ્યો છે, તમને ફાઇન જોબ મળી છે, તમને હવાઈ વેકેશનનું પ્રાઇઝ એનાયત થયું છે, તમને નાઇજિરિયાની સરકારનો એક મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળવાનો છે, હાલ ને હાલ તમારા બેન્ક એકાઉન્ટની વિગત આપો, અથવા અમુક ઠેકાણે આટલા ડોલર મોકલી આપો. શાના? પ્રોસેસિંગ ફી કે ફાઇન્ડર્સ ફી કે અર્નેસ્ટ મની. વર્ષો પહેલાં અમારા લંડનના એક મિત્ર મિસ્ટર બી.ને એક નાઇજિરિયન રૂબરૂ મળવા આવેલો, રીતસરના “સરકારી ડોક્યુમેન્ટ” રજૂ કરીને મિલિયન ડોલરની દવાઓના એન્યુઅલ કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ મૂકેલો. મિસ્ટરબી.એ તેને ખાણીપીણી કરાવી ને લંડનમાં હેરવી ફેરવી કોન્ટ્રાક્ટ મળવાની વાત “ફાઈનલ” કરી. ને એક રાત્રે દારૂ પીતાં પીતાં બરફ પડતો હતો તેથી મિસ્ટર બી.એ તે નાઇજિરિયન “અમલદાર”ને પોતાનો બેશકીમતી ડગલો ઉતારી પહેરાવી દીધો. તાનમાં આવીને મિસ્ટર બી. અર્નેસ્ટ મની તરીકે પત્નીનાં ઘરેણાં આપવા તૈયાર થઈ ગયેલા. પણ પત્નીએ ના પાડી ને અલબત્ત રાતોરાત તે નાઇજિરિયન લાપતા થઈ ગયેલો અને રાઈના ભાવ રાતે ગયેલા.

આવાં કારસ્તાનને અમેરિકામાં “સ્કેમ” યાને ફરેબ કહેવાય છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સનેભોળવવાનું ચિક્કાર ચાલે છે. ઘરે બેઠાં બેઠી આવક મેળવો, મિસ્ટ્રી શોપર બનો, રિયલ એસ્ટેટમાં લખપતિ થઈ જાઓ. પણ તે માટે એક નજીવી એપ્લિકેશન ફી ભરો! એવાં સ્કેમોમાં લેટેસ્ટ છે આ ‘ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન”નું કારસ્તાન. પ્રિ–પેઇડ ફોન કાર્ડ ઉપરથી કોઈક હરામખોર મંડળી ફોનબુકમાંથી ગુજરાતી નામો શોધી શોધીને કડક અવાજે જણાવે છે કે ઇન્કમટેક્સમાં તમે લુચ્ચાઈ કરી છે, કે ખોટું બોલીને ગ્રીન કાર્ડ લીધું છે, કે તમારા નામે કોઈકે ભારે ગુનાઇત પ્રવૃત્તિ કીધી છે. આજે જ દંડ ભરો તો કશી મુસીબત નહીં આવે ને નહીં ભરો તો… અને ભલામાણસ, દરેકના મનમાં છોટુંમોટું પાપ તો હોય છે, યસ? ટ્રેનમાં ટિકિટ વગર બેઠા હોઈએ, કોઈક ફોર્મમાં ભળતી બાતમી ભરી હોય, ઇન્કમટેક્સમાં, યુ નોવ, કોઈક આવક છુપાવી હોય, કે ભલામાણસ કોઈક બાઈમાણસ સાથે અગડમબગડમ કરી બેઠા હોઈએ. એવી દોષભાવનાથી સો વ્યક્તિમાંથી એકાદ અવશ્ય ફસાશે એવા ગણિતથી સ્કેમર લોકો આવાં કારસ્તાનનો ફુલટાઇમ બિઝનેસ કરે છે.  
અને હમણાં જ ગગનવાલાના ફોન ઉપર પેલી ગુજરાતી સ્ત્રીનો ચાવળી

અંગ્રેજીમાં, અમે મોટી લીગલ ટ્રબલમાં હોવાનો મેસેજ હતો. ગગનવાલા સાયકોલોજિકલ ટ્રબલમાં કાયમ હોય છે, પણ અને ઇલ્લીગલ કે ઇમ્મોરલ કામથી બને તેટલા દૂર રહે છે, બિકોઝ દુવારકાધીશથી બ્હીવે છે. પ્લસ, તેમને હેડમાસ્તર દિલીપભાઈ અને અંગરખું ઉતારી આપનાર મિસ્ટર બી.ના અનુભવોની માહિતી છે. એટલે ગગનવાલાએ ૭૧૬–૨૦૧–૪૬૭૫ નંબરની ગૂગલ ખોળ કરીને જાણ્યું કે (http://800notes.com/Phone.aspx/1-716-201-4675). દુબઈ કે ભારત કે ઇવન અમેરિકામાંથી જ કોઈ ગુજરાતી “ટેરરિસ્ટ સેલ” આ નંબર ઉપરથી ભોળા, ગુજરાતી કુટુંબોને જેલ ને ડિપોર્ટેશનનો ભો બતાવી ટેરરાઈઝ કરે છે. અમેરિકાના એફબીઆઈ પોલીસખાતાનું એક આખું પાનું આ પ્રકારના “સ્કેમ”ની માહિતી આપે છે; કેમ ચેતવું, શું ન કરવું તે સમજાવે છે (http://www.fbi.gov/scams-safety/e-scams). પણ આ ફરેબ એટલો નવો છે કે હજી એફબીઆઈના પાના સુધી પહોંચ્યો નથી. તેથી સચિંત નાગરિક ગગનવાલા સફાળા આ લેખ લખી તમામ વાચક ભાઈબહેનનોને ફરીથી સૂચવે છે કે આનું કટિંગ કમ સે કમ દસ જણને મોકલી આપે અને કહે તે દસે દસ જણ બીજા દસ–દસને પણ એવી જ સૂચના સાથે મોકલે. કેમકે ગુજરાતીમાં કહેવત છે કે ઇટ ઇઝ બેટર ટુ બી સેફ ધેન સોરી. જય સંતોષી મા.

[2]
BABA SHYAM BHAJANS
DINESH VORA
copy and paste or click the links
 
YouTube Logo in social media - stacked


DINESH VORA

About Dinesh Vora

"Profile Dinesh Vora Greetings I like to present my short background and introduction here. I am Dinesh Vora from USA. I am an engineer worked for NASA and have many active hobbies. I am a Gujarati literature and humorous writer, translator, blogger, photographer, singer, presenter of articles. I am socially and religiously active with associations and clubs. I am astrologer and vegetarian by diet. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India and Gujarti is my mother-tongue and primary culture. I write religious articles, humors, stories and books. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India. Gujarati language is my mother-tongue and primary culture. I write religious articles, books, create post on web blog sites. I write English literary humors, stories and books. Profile Dinesh Vora Greetings I like to present my short background and introduction here. I am Dinesh Vora from USA. I am an engineer worked for NASA and have many active hobbies. I am a Gujarati literature and humorous writer, translator, blogger, photographer, singer, presenter of articles. I am socially and religiously active with associations and clubs. I am astrologer and vegetarian by diet. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India and Gujarti is my mother-tongue and primary culture. I write religious articles, humors, stories and books. The languages I actively know and use are English, Gujarati, and Hindi. I have learnt Bengali and German languages in school and college. I was born in Morbi, Gujarat, India. Gujarati language is my mother-tongue and primary culture. I write religious articles, books, create post on web blog sites. I write English literary humors, stories and books. "
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s